રાજ્યમાંથી પુસ્તકો સગેવગે કરી પસ્તી ભંડારમાં બારોબાર વેચી નાંખવાના એક પછી એક કૌભાંડો

રાજ્યના ધોરણ-૧ થી ધોરણ-૮ અને ધોરણ-૯-૧૦ માં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો મફત આપવા માટે સર્વ શિક્ષા અભિયાન અને ત્યારબાદ ફરજીયાત શિક્ષણ મૂળભૂત અધિકારના કાયદા હેઠળ જોગવાઈ છે. ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગના લાખો વિદ્યાર્થીઓને આ લાભ સમગ્ર દેશમાં કેન્દ્રની તત્કાલિન કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો પણ કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર વિદ્યાર્થીઓના હક્ક-અધિકાર છીનવીને તેમને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનો કારસો રચ્યો હોય તેમ પાઠ્ય પુસ્તકો વિદ્યાર્થીઓના હાથમાં જવાને બદલે પસ્તી ભંડારમાં બારોબાર સગેવગે થઈ રહ્યાં છે. સમગ્ર રાજ્યમાંથી પુસ્તકો સગેવગે કરી પસ્તી ભંડારમાં બારોબાર વેચી નાંખવાના એક પછી એક કૌભાંડો ખુલી રહ્યાં છે. અમદાવાદમાંથી પસ્તી ભંડારમાં લાખો રૂપિયાના પુસ્તકો પકડાયા ત્યારે શાળાથી લઈ સચિવાલય સુધી કૌભાંડ અંગે હજુ સુધી ભાજપના મંત્રીશ્રી કે પાઠ્ય પુસ્તક મંડળના ચેરમેન મૌન છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી જવાબ આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને મળવાપાત્ર મફત પાઠ્ય પુસ્તકો સમયસર ન મળે, સત્ર પુરુ થાય પછી મળે, તેવી ઘટનાઓતો છાશવારે બનતી રહે છે પણ મફત પાઠ્ય પુસ્તકો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મળવાને બદલે કૌભાંડીઓ દ્વારા પસ્તી ભંડારમાં બારોબાર વેચાઈ જાય છે તેમ છતાં લાખો રૂપિયાના પુસ્તકો વેચી નાંખવાની ભાવનગરની ઘટના હોય કે અમદાવાદની શિક્ષણ મંત્રી અને પાઠ્ય પુસ્તક મંડળના અધ્યક્ષ સંપૂર્ણપણે મૌન છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વર્ષો સુધી શિક્ષણ વિભાગના કર્તાહર્તા રહ્યાં અને તેમના શાસનમાં તે સમયથી પાઠ્ય પુસ્તકો અંગે અનેક પ્રકારના ભ્રષ્ટાચાર વારંવાર ચમકતાં રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note