રાજ્યપાલશ્રીને રૂબરૂ મળી આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 27-08-2015

આજે કોંગ્રેસપક્ષ તરફથી ભાજપની સરકારની અનેક નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી, કાયદો અને વ્યવસ્થાની બગડતી જતી પરિસ્થિતિ અંગે ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવો કરી, કુચ કરવાને બદલે ફક્ત શાંતિથી ધરણાં થાય અને ધરણાં પછી આપને આ આવેદનપત્ર આપવામાં આવે તેવો નિર્ણય કરેલો. પરંતુ જે રીતે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પરિસ્થિતિ વણસી છે તે જોતાં પોલીસ તંત્રએ કોંગ્રેસ પાર્ટીને ધરણાં ન કરવા અને સહકાર આપવા વિનંતી પણ કરેલી. પરિણામે ગુજરાતની સ્થિતિ વધારે ન વણસે માટે પોલીસની વિનંતીને ધ્યાનમાં રાખી ધરણાનો કાર્યક્રમ બંધ રાખ્યો છે અને ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિ અને તાજેતરમાં સર્જાયેલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, પૂર્વ વિરોધપક્ષના નેતા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી શક્તિસિંહજી ગોહિલ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યશ્રીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ સિધ્ધાર્થભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડીયા તથા અન્ય આગેવાનોએ પરમ સમ્માનનીય રાજ્યપાલશ્રીને રૂબરૂ મળી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને રાજ્યમાં પડી ભાંગેલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતની જનતાને આશ્વાસનરૂપ બનવા વિનંતી કરી હતી.

 પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Avedanpatra