રાજ્યપાલશ્રીએ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું રાજીનામું લઇ ન્યાયિક તપાસ કરાવવી જોઈએ : 01-07-2016
- પંચાયતોનાં જનાદેશનું અવમાન કરનાર ભાજપને પ્રજા વિધાનસભાની ચૂંટણીમાં ફેંકી દેશે
- ભાજપ સરકારે પંચાયતો પાસેથી ગ્રાન્ટ વાપરવાના હક છીનવી લઈ સહકારી ક્ષેત્ર બાદ પંચાયતી રાજને નેસ્તનાબૂદ કરવાનો કારસો ઘડ્યો છે – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં મળેલા કારમા પરાજયને પચાવી નહીં શકનાર ભાજપ સરકારે પંચાયતો પાસેથી સ્વભંડોળ સહિત ગ્રાન્ટ વાપરવાનાં હક્કો છીનવી લઈ ગ્રામીણ પ્રજાના જનાદેશનું હળહળતું અપમાન કર્યું હોવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, વિકાસના પોકળ દાવા કરી પંચાયતી રાજને નેસ્તનાબૂદ કરવાનો કારસો કરનાર ભાજપ સરકારને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જનતાને જડબાતોડ જવાબ આપી સત્તા ઉપરથી ફેંકી દેવા અપીલ કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો