રાજ્યનો શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીઓ માત્ર લાખો રૂપિયા પ્રવેશ ફોર્મ ફી પેટે વસૂલવા માટે કાર્યરત

ગુજરાતમાં ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામને 80 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છતાં હજુ પણ 10 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ફુટબોલની જેમ ફંગોળાઈ રહ્યાં છે. ત્યારે મોટી મોટી જાહેરાત કરનાર રાજ્યનો શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીઓ માત્રને માત્ર વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પ્રવેશ ફોર્મ ફી પેટે વસૂલવા માટે કાર્યરત હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ઈજનેરી ફાર્મસી, આર્કીટેક્ચર તથા ગુજરાત યુનિવર્સિટીના બી.કોમ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે. પ્રવેશ ફોર્મ ફી પેટે રાજ્ય સરકારની ટેક્નીકલ પ્રવેશ કમીટીએ વિવિધ અભ્યાસક્રમોમાં 3 કરોડ 39 લાખ 50 હજાર કરતા વધુ નાણાં વસૂલ્યા છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીએ માત્ર કોમર્સ અને સાયન્સ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ ફોર્મ ફી પેટે રૂ. 75 લાખ જેટલી રકમ વસૂલ કરેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note