રાજ્યની ૧૫૦૦૦ સરકારી શાળામાં કોમ્પ્યુટરને ઈ-વેસ્ટ તરીકે જાહેર કરતા કોમ્પ્યુટર લેબને હવે તાળા લાગશે. : 13-10-2020
- રાજ્યની ૧૫૦૦૦ સરકારી શાળામાં કોમ્પ્યુટરને ઈ-વેસ્ટ તરીકે જાહેર કરતા કોમ્પ્યુટર લેબને હવે તાળા લાગશે.
- ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ શાળાને તાળા મારનાર ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારના બાળકોને કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત રાખશે.
કેન્દ્રની કોંગ્રેસ સરકારે વર્ષ ૨૦૧૧માં રાજ્યની ૧૫૦૦૦ કરતા વધું પ્રાથમિક શાળાઓનાં સામાન્ય વર્ગનાં બાળકોને કમ્પ્યુટર શિક્ષણ મળી રહે તે હેતુથી ધોરણ ૧ થી ૮ ધરાવતી શાળાઓમાં કમ્પ્યુટર લેબ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી પણ ૨૦૨૦માં મોટાભાગની શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બંધ છે. ભાજપ સરકારે પાંચ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની એક પણ ભરતી કરી ન હોવાથી કોમ્પ્યુટર લર્નિંગ ગ્રામ્ય વિસ્તારનાં બાળકો માટે માત્ર જાહેરાત બની રહ્યું છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો