રાજ્યના 6 કરોડ નાગરિકોને શાંતિ અને સલામતી આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર તેની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપે : 06-10-2015

230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પુરી થતા સમયસર ચૂંટણી થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની છે પરંતુ બેફામ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગમી ચૂંટણીમાં પોતાની હાર થશે તેવા ડરથી ભાજપ સરકારે ગેરબંધારણીય રીતે મતદાતાઓનો અધિકાર પર તરાપ મારી છે ત્યારે લોકતંત્રને જીવંત રાખવા અને પ્રજાને તેમના ચૂંટાયેલા જનપ્રતિનિધી સમયસર મળે તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષે સમગ્ર રાજ્યમાં જે તે જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયત / કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખના કોંગ્રેસ પક્ષના નેતાના નેતૃત્વમાં કલેક્ટર કચેરી પાસે સવારે 11-00 કલાકે “હલ્લાબોલ”“ધરણાં-સુત્રોચ્ચાર” એક કલાક સુધી સતત કાર્યક્રમ આપ્યો હતો. જેમાં પાટણ, જામનગર સહિત અન્ય જગ્યાએ પોલીસે લોકતાંત્રિક રીતે દેખાવો કરતા કોંગ્રેસના કાર્યકરો-આગેવાનોની ધરપકડ કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Avedan Patra