રાજ્યના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલની સુપુત્રી શ્રીમતી અનારબેન પટેલના… : 07-02-2016

રાજ્યના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલની સુપુત્રી શ્રીમતી અનારબેન પટેલના ભાગીદારની કંપની વાઈલ્ડવુડ રિસોર્ટ અને રીયાલીટીઝ પ્રા.લી. (WWR)ને જમીન ફાળવણી, આ કંપની સાથે શ્રીમતી અનરાબેન પટેલની સંડોવણી તથા રિસોર્ટને પર્યાવરણીય મંજુરી સંબંધે રાજ્યના માહિતી ખાતા દ્વારા પડેલ વિસ્તૃત પ્રેસ માં આપેલી માહિતીની વિગતે છણાવટ કરીને સદરહુ જમીન ફાળવણીમાં રાજ્ય સરકારે જેટ ગતિથી દરખાસ્ત મંજુર કરવા, લોલીપોપના ભાવે ૨૪૬ એકર સરકાર જમીન ગેરકાનૂની રીતે આપવા તથા ભારત સરકાર અને રાજ્ય સરકારના વન્ય પરની સુરક્ષા તથા ઇકો સેન્સેટીવ ઝોનને લગતા કાનુનોના ભંગ તથા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓના ઉલ્લંઘનની માહિતી આપીને ગુજરાત પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ફરીથી આ ઘટનાની સુપ્રીમ કોર્ટના સુપરવિઝન હેઠળની સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ મારફત તપાસ કરવાની અને શ્રીમતી આનંદીબેન પટેલના મુખ્યમંત્રી પદથી રાજીનામા તથા વડાપ્રધાનશ્રીના ખુલાસાની માંગને દોહરાવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note