રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વજુભાઈ જાનીનું ૯૨ વર્ષની ઉંમરે નિધન : 29-01-2022

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વજુભાઈ જાનીનું ૯૨ વર્ષની ઉંમરે નિધન અંગે શોકાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સ્વ. વજુભાઈ જાની કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન હતા અને મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી જીતીને કોંગ્રેસની સરકારમાં ગૃહમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. સરળ સ્વભાવના અને સામાન્ય માણસની ચિંતા કરનાર જાહેર જીવનના જુની પેઢીના સ્વ. વજુભાઈ જાનીના નિધનથી કોંગ્રેસ પક્ષે અને ખાસ કરીને સૌરાષ્ટ્રે મોટા ગજાના સમાજસેવક ગુમાવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESS 29-01-2022 -1 Press Note