રાજ્યના નાગરિકો-જનતા જનાર્દને કોંગ્રેસ પક્ષને જનઆશીવાર્દ-જનસમર્થન : ભરતસિંહ સોલંકી

ભાજપ શાસકોના ગેરવહીવટ, બિનઆયોજન, ભ્રષ્ટાચારી વલણ અને બેફામ મોંઘવારીના કારણે પરેશાન નાગરિકોને શહેરમાં પાયાની સુવિધા મળે, “જાહેરાતોને બદલે જાહેર હિતનું શાસન” ની પ્રતિબધ્ધતા સાથે કોંગ્રેસને મત આપવા રાજ્યના 6 મહાનગરોના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો-જનતા જનાર્દને કોંગ્રેસ પક્ષને જનઆશીવાર્દ-જનસમર્થન આપી રહ્યાં છે પરિણામે ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં મનફાવે તે રીતે નાટક કરી રહ્યાં છે. વિકાસના મુદ્દે મત માંગનાર ભાજપ શાસકો પીવાનું પાણી, રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે. તેમ છતાં શહેરી નાગરિકો પર 100 ટકાથી 300 ટકા ટેક્ષમાં જંગી ભાવ વધારો ઝીંકી દીધો છે અને મોંઘવારીના ખપ્પરમાં રાજ્યના નાગરિકો અને ખાસ કરીને સામાન્ય-મધ્યમ વર્ગ હોમી દીધા છે. શહેરી નાગરિકોને આપેલા મોટા મોટા વચનો અને વાયદાઓનો કોઈ અમલ ન કર્યો પરિણામે શહેરી નાગરિકો હેરાન-પરેશાન થયા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note