રાજ્યના નાગરિકોને શાંતિ રાખવા અને હિંસાથી દુર રહેવાની અપીલ કરતાં ભરતસિંહ સોલંકી : 26-08-2015

ગુજરાતમાં સામાન્ય નાગરિકોનો ભાજપ સરકાર સામેનો આક્રોશ પછી ઉભી થયેલ સ્ફોટક પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકોને શાંતિ રાખવા અને હિંસાથી દુર રહેવાની અપીલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જનઆક્રોશને સમજવામાં નિષ્ફળ ભાજપ સરકારે પરિસ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં નિષ્ફળ નીવડી છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ છે. અને ૨૪ કલાકમાં તો સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રાજ્યના મુખ્યમંત્રી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note