રાજ્યના ગ્રામ્ય, તાલુકા અને જીલ્લાનો સંતુલિત વિકાસ થાય તે માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ : 29-11-2015
૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં મોટી સંખ્યામાં મતદાતાઓએ પોતાના મતના અધિકારનો કરેલ ઉપયોગ બદલ આભાર વ્યકત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ પર્વમાં તમામ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે લોકતંત્ર માટે જરૂરી છે. મતદાતાઓને મતનો અધિકાર બંધારણીય અધિકાર-મૂળભૂત અધિકાર છે. રાજ્યના ગ્રામ્ય, તાલુકા અને જીલ્લાનો સંતુલિત વિકાસ થાય તે માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર ચુંટણી જીતવા માટે વિવિધ હથકંડા અપનાવે છે. આજે જયારે રાજ્યના ૩૧ જીલ્લા, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં મતદાતાઓના મોટી સંખ્યામાં નામો કોઈપણ પ્રકારની મતદાતાઓને જાણ કર્યા વિના બારોબાર કમી કરી નાંખવામાં આવ્યા હતા. આ અંગે તપાસ કરતાં પ્રથમ દ્રષ્ટીએ જણાય છે કે, ચુંટણી પંચ પોતાની બંધારણીય ફરજ બજાવવાને બદલે ભાજપ પક્ષને મદદરૂપ થાય તે પ્રકારે કામગીરીનું પુનરાવર્તન કર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો