રાજ્યનાં કલાકારોને પ્રચાર પ્રસારના પ્રોગ્રામ આપી કોરોના વોરિયર બનાવો : કોંગ્રેસ : 01-07-2020
- સરકારની વિવિધ યોજનાઓનો નાના મોટા કાર્યક્રમો દ્વારા પ્રચાર – પ્રસાર કરતાં કલાકારોને રોજગારલક્ષી આર્થિક સહાય કરવા અપીલ : ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બેફામ બનતાં ભયના ઓથાર હેઠળ જીવી રહેલી પ્રજા લોકડાઉન બાદ આર્થિક બેહાલીમાં સપડાઈ ગઈ છે. ત્યારે શ્રમજીવી જેવાં સામાન્ય માનવીથી લઈ કલાકારોની દયનીય હાલતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સત્તા સ્વાર્થ માટે કરાતું પ્રચારલક્ષી આયોજન શરમજનક હોવાનું કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે. તેમણે આગામી ચૂંટણી જંગ જીતવાનાં પ્રજાને ગુમરાહ કરતાં આયોજન કરવાનાં બદલે રાજય સરકારની વિવિધ યોજનાઓનો નાના મોટા કાર્યક્રમો દ્વારા પ્રચાર – પ્રસાર કરતાં કલાકારોને રોજગારલક્ષી આર્થિક સહાય કરવા રાજ્ય સરકારને અપીલ કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો