રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત

સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ““રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત”” વાર્તાલાપનું તા. ૨૧-૦૫-૨૦૧૬ ને શનિવાર સવારે ૧૦-૪૫ કલાકે, ભાઈકાકા હોલ, લૉ-ગાર્ડન અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવેલ હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને “રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વિષય પર જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી કુમાર કેતકર વાર્તાલાપ આપ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા સહિતના મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.