“રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વાર્તાલાપ : 21-05-2016

૨૧મી સદીના સ્વપ્નર્દષ્ટા સ્વ. રાજીવ ગાંધીની ૨૫ મી પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા  “રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વાર્તાલાપમાં વરિષ્ઠ પત્રકાર શ્રી કુમાર કેતકરે આધુનિક ભારતના નિર્માણ માટે કોમ્પ્યુટર, આઈ.ટી. અને ટેલીકોમ ક્રાંતિ અંગે જણાવ્યું હતું કે, રાજીવજીએ દેશના નવયુવાનો માટે વિશ્વના દરવાજા ખોલી નાંખ્યા. રાજીવજીની દિર્ધર્દષ્ટિથી જે તે સમયે કોમ્પ્યુટર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે પાયા નંખાયા. નિતીવિષયક નિર્ણયો થયા અને તેનું અમલીકરણ થયું પ્રથમ વખત દેશમાં ટેલીકોમ અને પોસ્ટ એન્ડ ટેલીગ્રાફ વિભાગને અલગ મંત્રાલય તરીકે સ્થાપિત કરાયા પરિણામે સમગ્ર દેશમાં નવા યુગનો પ્રારંભ થયો. ૧૯૬૦-૭૦ માં અમેરીકા જવાવાળા ભારતીયો બહું જ ઓછા હતા. ત્યારે ત્યાં ઈન્ડિયા શોપ કે ઈન્ડીયન ફુડ બહુજ ઓછા હતા અને આજે અમેરીકાની દરેક સીટીમાં દરેક એરીયામાં ઈન્ડીયન ફુડ અને શોપ છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note