રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશીપ યોજના સ્થગિત કરવાની મોદી સરકારની નિતીની આકરી ઝાટકણી : 28-07-2016

એમ. ફીલ અને પી.એચ.ડી. માં શોધ-સંશોધન કરનાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશીપ યોજના સ્થગિત કરવાની મોદી સરકારની નિતીની આકરી ઝાટકણી કઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસ નેતૃત્વવળી સરકાર દ્વારા વર્ષ ૨૦૦૫-૦૬ થી એમ.ફીલ , પી.એચ.ડી. કરનાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ફેલોશીપ અન્વયે દર મહિને રૂા. ૧૬૦૦૦/- એમ.ફીલ માટે અને પી.એચ.ડી. માટે રૂા. ૧૮૦૦૦/- સાથોસાથ અન્ય ખર્ચના  રૂા. ૧૦,૦૦૦/- વાર્ષિક અને સરેરાશ રૂા. ૨૫૦૦૦/- આપવાનું સુનિશ્ચિત કરવામાં આવેલ હતું પણ, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાંઆવતાની સાથે જ શિક્ષણ પાછળના નાણાંમાં ૧૪૦૦૦ કરોડનો ઘટાડો કર્યો. સામાજિક સુરક્ષાની એટલે કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની વિવિધ યોજનામાં નાણાં ફાળવવામાં ઘટાડો કર્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો