રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ અગત્યની બેઠક : 25-04-2016

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી – નેતા, કોર્પોરેશનના નેતા અને પ્રદેશ પદાધિકારીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા,   એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી ગુરૂદાસ કામત, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, વિધાનસભાના પૂર્વ નેતાશ્રી નરેશ રાવલે પક્ષના સંગઠન, અને ભાજપ સરકારની જનવિરોધી નિતી, ભ્રષ્ટાચાર સામે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ અગત્યની બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જનસમર્થન-જનઆશીર્વાદ મળ્યા છે ત્યારે ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં લડાયક, કર્મઠ કાર્યકર્તાઓને પ્રાથમિક્તા આપવામાં આવશે. રાજ્યમાં પીવાના પાણીની વ્યાપક સમસ્યા છે અનેક ગામોમાં પીવાના પાણી માટે નાગરિકોને બે-બે દિવસ સુધી રાહ જોવી પડે છે. ભાજપ સરકાર અછત જાહેર કરવામાં પણ રાજનિતી કરી રહી હોય તેવું જણાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note