રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સમ્બોધન કરતા જગદીશ ઠાકોર : 29-10-2022
- કોંગ્રેસ પક્ષની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક
- વ્યાપક જનસંપર્ક માટે કોંગ્રેસ પક્ષની કુલ ૫૪૩૨ કિ.મી.થી વધુ લાંબી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’
- ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ, ૯૫ રેલીનું આયોજન
- ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’દરમ્યાન કોંગ્રેસે આપેલા ૧૧ વચનો – સંકલ્પનો વ્યાપક પ્રચાર કરવામાં આવશે
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સમ્બોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ૩૧ ઓક્ટોબર સરદાર પટેલજીની જન્મજ્યંતિ અને ઇન્દિરા ગાંધીજીના નિર્વાણદિન નિમિતે ગુજરાતના પાંચ ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાશે ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ગુજરાતની લગભગ તમામ વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો