“રાજીવ ગાંધી ઉદય સન્માન-૨૦૧૬”
દિવંગત વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.શ્રી રાજીવ ગાંધીની ૭૨મી જન્મ જયંતિની ઉજવણીનાં ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગાંધીનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરની વિવિધ કોલેજોનાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા માટે “રાજીવ ગાંધી ઉદય સન્માન-૨૦૧૬” કાર્યક્રમનું આયોજન ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-૧૨, ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષશ્રી ભરતસિંહ સોલંકીનાં મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. તે પૂર્વે શ્રી ભરતસિંહે આંબેડકર હોલના પટાંગણમા વ્રુક્ષારોપણ કર્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓને “સન્માનપત્ર અને ટ્રોફી” આપીને અભિનંદન સહ ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા પ્રદેશ પ્રમુખશ્રીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે વિશ્વના ફલક ઉપર ભારતવર્ષનું નામ રોશન કરનાર સ્વ.શ્રી રાજીવ ગાંધી દીર્ઘદ્રષ્ટિ ધરાવતા યુવાન વડાપ્રધાન હતા. જેમણે આધુનિક ભારત માટે ૨૧મી સદીનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે સાયન્સ અને ટેકનોલોજી ઉપર ભાર મુકીને આજના ડિજીટલ ઇન્ડીયાનો પાયો મુકનાર રાજીવ ગાંધીની શહાદતને યાદ કરી તેમના બતાવેલા પથ ઉપર ચાલવા સૌ કાર્યકરો-આગેવાનોને હાકલ કરી હતી.
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016
- Rajiv Gandhi Uday Sanman – 2016