રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે કાર્યક્રમ : 21-05-2019

૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય માનવીના જીવનમાં બદલાવના જ્ઞાતા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાજીવજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કર્યા બાદ આયોજીત “૧૮ વર્ષે પ્રથમ વખત મતાધિકાર પ્રાપ્ત કરનાર યુવા મતદારો” અને “સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓના” સન્માન સમારોહ કાર્યક્રમમાં રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારત એક યુવાન દેશ છે આ યુવાન દેશની પરખ વિશ્વને કોણે કરાવી ? ભારત દેશમાં ૧૮ વર્ષે યુવાનોને મતાધિકાર આપી યુવા ભારતના નિર્માણ માટે લોકતંત્રને મજબૂતી આપી. રાજીવજીના કાર્યકાળમાં દેશમાં કોમ્પ્યુટરક્રાંતિ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્રાંતિ અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ અમલમાં આવી. જેના મીઠા ફળ સમગ્ર ભારતવાસીઓ અનુભવી રહ્યા છે. અને ભારત દેશ સમગ્ર વિશ્વમાં અગ્રીમ રાષ્ટ્ર તરીકે સન્માનભેર આગળ વધી ચુક્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note