રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ : 11-12-2018
ભાજપની પ્રજા વિરોધી નીતિઓ અને શાસનના જે વળતા પાણીની શરૂઆત ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓથી થઇ હતી. એને જ આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દેશના બીજા રાજ્યોએ બરકરાર રાખી છે. રાહુલજીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાને એક વર્ષ પૂર્ણ થયું છે, એક વર્ષના રાહુલજીના કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ તરીકેના નેતૃત્વમાં આખા દેશમાં કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત કર્યા, માર્ગદર્શિત કર્યા, પ્રોત્સાહિત કર્યા અને ખાલી સતા માટે નહિ પ્રજાના માન-સન્માન અને અધિકાર માટે, સરકારના ક્યાંય પણ અન્યાય કે અત્યાચાર થાય એની સામે મજબૂતાઈથી લડવા માટે કાર્યકરોને તૈયાર કર્યા. એના ભાગ સ્વરૂપે રાહુલજીનું નેતૃત્વ પરિમાણલક્ષી સફળતામાં પરિવર્તિત થયું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો