રાજસ્થાનના યશસ્વિ મુખ્યમંત્રી અને ગુજરાતની સીનીયર નિરીક્ષકશ્રી અશોક ગેહલોતજી : 18-10-2022
- કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામેગામે ફરીને આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલા આઠ વચનોનું ‘જનઅધિકાર પત્ર’ ઘરે ઘરે પહોચાડીને જનસંપર્ક અભિયાનને સફળ બનાવી રહ્યાં છે.
- જુની પેન્શન યોજના, ચિરંજીવી આરોગ્ય યોજના, ઈન્દિરા શહેરી રોજગાર યોજના સહિતની જનલક્ષી યોજનાઓને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ લાગુ કરવામાં આવશે
- કોરોના કાળ દરમ્યાન આરોગ્ય વ્યવસ્થા આપવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકારે મુખ્યમંત્રી સહિત આખેઆખી સરકાર બદલી દેવાની ફરજ પડી
- જનતાના વિવિધ પ્રશ્નો-મુશ્કેલીઓની સામે નજીવી રાહત આપતી ભાજપની છેતરપિંડીનો જવાબ ગુજરાતની જનતા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આપશે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો