રાજયમાં મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો-બેટી પઢાવોના સુત્ર આપનાર : 10-02-2019

રાજયમાં મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો-બેટી પઢાવોના સુત્ર આપનાર ભાજપની રાજય સરકાર મહિલાઓ અને બાળકીઓની સલામતીની ચિંતા કરતી નથી. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સુત્રો આપવામાં શૂરી છે જયારે છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થયેલ છે. રાજયમાં બાળકો ગુમ થવાના આંકડાઓ રાજય સરકાર અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રીશ્રીની નિષ્ફળતાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જે રીતે આંકડાઓ બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને દિકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note