રાજયની અનેક જમીનોમાં વિશેષ રસ દાખવીને ભ્રષ્ટારચાર કરનાર તત્કા લિન શહેરી વિકાસ મંત્રી અને ટાઉન 20-08-2017
ગુજરાત સરકારના તત્કાલિન શહેરી વિકાસ મંત્રીશ્રી નિતિન પટેલે અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામના રેવન્યુ સર્વે નં.૭૮, ૮૦-એ વગેરેની વિકાસ પરવાનગી આપવામાં ૫૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અંગે વિજીલન્સ તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજયમાં મોટા જમીન માલિકોની વાંધાજનક જમીનો કલીયર કરાવવા માટે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાયબર ઓપ્ટીક પથરાયેલા છે. તત્કાલિન શહેરી વિકાસ મંત્રીશ્રી દ્વારા જે તે સમયે અબજો રૂપિયાની જમીનોમાં ફેરબદલી, ટીપીમાં ફેરબદલ, નિયમનોનું ઉલ્લંઘન, શરતોમાં ફેરફારના નામે વિકાસ પરવાનગીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો