રાજપૂત યુવા શક્તિ સંગઠન, ખેડા દ્વારા વિજ્યા દશમીના પવિત્ર પ્રસંગે આયોજીત શસ્ત્રપૂજા : 30-09-2017
રાજપૂત યુવા શક્તિ સંગઠન, ખેડા દ્વારા વિજ્યા દશમીના પવિત્ર પ્રસંગે આયોજીત શસ્ત્રપૂજામાં ભાગ લીધા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાજપૂત સમાજના યુવાનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિજ્યા દશમીનો પ્રસંગ એ આપણા સૌ માટે અનેરા ઉત્સાહનો પ્રસંગ છે. સાંજે રાવણ દહન થશે, શ્રીરામનો રાવણ પરના વિજયનો દિવસ અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજયનો આ પાવન દિવસ છે. શસ્ત્રની પૂજા, તલવારની પૂજા, શક્તિની પૂજા સ્વાભાવિક રીતે યુગ બદલાયો છે. પહેલાં માથા કાપી રાજ લેવાતું હતું તે રાજાશાહી અને હવે માથા ગણીને સત્તા પ્રાપ્ત થાય તે લોકશાહી. તલવાર સહિતના શસ્ત્રની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આપણા ભવ્ય વારસાથી નવી પેઢી વાકેફ થાય.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો