રાજદ્રોહનો કેસ હાર્દિક પહેલાં મોદી સામે લગાવવાની જરૂર હતીઃ શંકરસિંહ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજકિય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે સુરતમાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા આવ્યાં
હતાં. સભાને સંબોધતા અગાઉ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ભાજપની સાથે સાથે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. અને મતદારોને હવે કોઈ ભ્રમણામાં
આવ્યા વગર કોંગ્રેસને મત આપવાની સાથે હાર્દિક પટેલ વિરુધ્ધ નોંધાયેલા રાજદ્રોહનો ગુનો અયોગ્ય હોવાનું જણાવ્યું હતું.
ચૂંટણી સભાને સંબોધવા આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાધેલાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, અનામતની માંગણી કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક
પટેલ વિરુધ્ધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે સરાસર જુઠ્ઠાણું છે. જો રાજદ્રોહ લગાવવો જ હોય તો વર્ષ 2002માં જે તે વખતના મુખ્યમંત્રી અને હાલના
વડાપ્રધાન વિરુધ્ધ ગોધરાકાંડ અને ત્યારબાદ સર્જાયેલી હિંસાને કારણે લગાવવો જોઈતો હતો. ભાજપનો ભ્રષ્ટાચાર હવે હદ વટાવી ગયો છે. જેથી આગામી ચૂંટણીમાં
મતદારોએ ભાજપને હરાવીને કોંગ્રેસના સુ શાસનનો ફરીથી અનુભવ કરવો જોઈએ.
http://www.divyabhaskar.co.in/news-ht/DGUJ-SUR-c-99-754754-NOR.html