રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં – પ્રદર્શન
રાજકોટ શહેર ભાજપ સરકારની સતત અવહેલનાનો ભોગ બનતું આવ્યું છે. રાજકોટને એઈમ્સ આપવાનાં મુદ્દે પણ ફરી વખત ભાજપ સરકારે કિન્નાખોરી દાખવી છે.ત્યારે રાજકોટને એઇમ્સનાં મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ત્રિકોણબાગ ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજાય હતો. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા,પ્રદેશ મહામંત્રી હેમાંગભાઇ વસાવડા,પુર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી,પ્રદેશ મંત્રી મહેશભાઈ રાજપુત,દિનેશભાઇ મકવાણા,વિપક્ષનાં નેતા ગાયત્રીબા વાઘેલા,જયંતીભાઇ કાલરીયા,નિદતભાઇ બારોટ ,ગોવિંદભાઈ સભાયા વગેરે આગેવાનોએ એઇમ્સ ન આપવાનાં અન્યાય વિરૂધ્ધ પોતાના વકતવ્યમાં ઉગ્ર પ્રતિભાવો આપ્યાં હતાં. આ કાર્યક્રમમાં ઉપરોકત આગેવાનો સહિત તમામ સેલનાં પ્રમુખો તથા હોદેદારો ,શહેર કોંગ્રેસનાં આગેવાનો તથા કાર્યકર ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો..