રાજકોટ ખાતે ‘લોક દરબાર’ : 30-05-2016
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે રાજકોટ જિલ્લાનો સવારે ૧૦-૦૦ કલાકે, જેતપુર ખાતે અને સાંજે ૪-૦૦ કલાકે, રાજકોટ શહેર ખાતે યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ સૌ પ્રથમ વડીલો, માતાઓ, બહેનો, યુવાનો અને જેતપુરની ધરતી તથા રાજકોટવાસીઓને જિલ્લા પંચાયત સંલગ્ન તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જીત અપાવવા બદલ વંદન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર આંધળી-બહેરી અને મૂંગી છે. રાજકોટ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની તંગી હોય અને સરકારને ઉત્સવો અને તાયફાઓ સૂઝે છે. ટાટા જેવા ઉદ્યોગપતિને ૩૩,૦૦૦ કરોડની મદદ સહિત ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. – કે.જી. બેસીનનો રૂા. ૨૦,૦૦૦ કરોડ એમ મળી કુલ ૫૩૦૦૦ કરોડ જો પ્રજાને આપ્યા હોત તો પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ હોત. જ્યારે ખેડૂતની હાલત દયનીય બની છે, ખેડૂતોની મોંઘી જમીન પડાવી લીધી અને ગુજરાતની જનતાના કરોડો રૂપિયા ખર્ચ કરીને બનાવવામાં આવેલી “નર્મદા યોજના” હોવા છતાં ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યાં છે. ખેડૂતોને મોંઘાભાવે ખાતર, સિંચાઈની સુવિધાનો અભાવ સહિતના અનેક પ્રશ્ને ખેડૂત હેરાન પરેશાન છે. કોંગ્રેસ પક્ષ નાગરિકોના હક્ક અને અધિકાર માટે પ્રતિબધ્ધ છે. સમગ્ર રાજ્યમાં ગુજરાતના ભાઈ-બહેનોની સમસ્યાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ ‘લોક દરબાર’ ના માધ્યમથી પ્રજાની સાચી વાત – સમસ્યા માટે સક્રિય ભૂમિકા ભજવવા માટે આગળ વધી રહી છે તેમજ કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો સાંભળવા આવી છે. નજીકના ભવિષ્યમાં પ્રજાનાપ્રશ્નો સાંભળવ હેલ્પલાઈન ચાલુ કરાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો