રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી તાત્કાલિક જાહેર કરવાની માંગ : 06-04-2017
લોકસભાની ચૂંટણી સમયે ખેડૂતોના મત માટે મોટા મોટા વાયદા કરનાર મોદી સરકારના કેન્દ્રમાં ત્રણ વર્ષના શાસન અને ગુજરાતના છેલ્લા ૧૫ વર્ષના શાસનમાં ગુજરાતના ખેડૂતોને ભારોભાર અન્યાય કર્યો હોવાનો આક્રોશ વ્યક્ત કરતાં ખેડૂત આગેવાન – ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ તાત્કાલિક દેવા માફી જાહેર કરવાની માંગ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષથી ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીઓના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે. ભાજપની ખેડૂત વિરોધી માનસિક્તા છે. ગુજરાતમાં સૌથી મોંઘી વિજળી ખેડૂતોને આપવામાં આવે છે. જે માત્ર આઠ કલાક જ અપાય છે. લાખો વીજ જોડાણો માટે ખેડૂતો વર્ષોથી રહા જોઈ રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો