રાંધણગેસમાં અસહ્ય ભાવવધારો ઝીંકી ગૃહિણીઓની આંખોમાં ધુમાડો નાખતું ભાજપ સરકાર
- રાંધણગેસમાં અસહ્ય ભાવવધારો ઝીંકી ગૃહિણીઓની આંખોમાં ધુમાડો નાખતું ભાજપ સરકાર
- ત્રણ વર્ષ અગાઉ પ્રતિ બેરલે ૧૫૦ ડાલરના ભાવ સામે અત્યારે માત્ર ૫૫ ડાલર ભાવ હોવા છતાં રૂ. ૪૩૦ના ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૭૦૬ કરી ભાજપ સરકાર દ્વારા ઉઘાડી લૂંટઃ ડા. હિમાંશુ પટેલ
અચ્છે દિનના સ્વપ્ના બતાવી ગરીબ અને સામાન્ય પ્રજાની દૂર્દશા કરનાર ભાજપ સરકારે રાંધણગેસના ભાવમાં અસહ્ય વધારો કરી મંદી અને મોંઘવારીના સમયમાં આમજનતાની કમરતોડી નાંખી છે. રાંધણગેસના સિલિન્ડરમાં સક્ષમ વર્ગને સબસિડી છોડી ગરીબ ગૃહીણીઓને લાભ આપવાની પોકળ જાહેરાતો કરનાર પ્રધાનમંત્રીએ ફરી એકવાર પ્રજાને ગુમરાહ કરી રાંધણગેસમાં રૂ. ૬૭ જેટલો ભાવવધારો કરી ગૃહીણીઓનું આર્થિક બજેટ વેરવિખેર કરી નાખ્યુ હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડા. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો