રસ્તા રોકો, ચક્કાજામના કાર્યક્રમ : 10-06-2018

  • ખેડૂતોના ન્યાય માટે રસ્તા રોકો, ચક્કાજામના કાર્યક્રમમાં આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના આસોદરા ચોકડી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને ધારાસભ્યશ્રી નિરંજન પટેલ, પૂનમ પરમાર સહિતના આગેવાનોની પોલીસે કરી અટકાયત.
  • ખેડૂતોના ન્યાય માટે રસ્તા રોકો, ચક્કાજામના કાર્યક્રમમાં અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકાના વડીયા ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી સહિતના આગેવાનોની પોલીસે કરી અટકાયત.

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય થતી જાય છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ ભાજપ શાસનમાં રોજીંદી અને સામાન્ય બની ગઈ છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અંગે રાજ્યના ૩૩ જિલ્લાના ૨૪૯ તાલુકા મથકો પર કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે તા. ૮મી જૂન, ૨૦૧૮ ધરણાં – પ્રદર્શન, તા. ૯મી જૂન, ૨૦૧૮ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે ખેડૂતોના પ્રશ્નો અંગે નિંદ્રાધીન ભાજપ સરકારને જગાડવા માટે રાજ્યના ગામે ગામ “થાળી-વેલણ- ઘંટારવ” કાર્યક્રમ બાદ આજ રોજ તા. ૧૦મી જૂનના રોજ રાજ્યમાં ઠેર ઠેર ખેડૂતોના સમર્થનમાં રસ્તા રોકો, ચક્કાજામના કાર્યક્રમમાં આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના આસોદરા ચોકડી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકાના વડીયા ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી ખેડૂતો સાથે ધરણાં-પ્રદર્શન, રસ્તા રોકોમાં જોડાયા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note