રસીકરણ કાર્યક્રમની મોટા ઉપાડે જાહેરાત કરનાર ભાજપ સરકાર વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ : અમિત ચાવડા : 28-06-2021
રસીકરણ કાર્યક્રમની મોટા ઉપાડે જાહેરાત કરનાર ભાજપ સરકાર વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની બન્ને ભાજપ સરકારો ફક્ત જાહેરાતો, ઉત્સવ – તાયફાઓ, પબ્લીસીટી અને ફોટોસેશન માટે કામ કરે છે. ગુજરાત અને દેશની જનતાની આરોગ્યની બિલકુલ ચિંતા નથી. જાન્યુઆરી – ૨૦૨૦માં ડબ્લ્યુએચઓ એ કોરોના માટે આગોતરી ચેતવણી આપી હતી. હોસ્પીટલો તૈયાર કરવાની હતી, વેન્ટીલેટર, બેડ, દવાઓ, ડોક્ટર, સ્ટાફની તૈયારી કરવાની હતી. ત્યારે આ સરકારો ‘‘નમસ્તે ટ્રમ્પ’’ કાર્યક્રમને પોતાના રાજકીય એજન્ડા માટે કામ કરતી હતી. લોકડાઉનના સમયગાળામાં જ્યારે શરૂઆતમાં ખુબ ઓછા કેસ હતા, ત્યારે ટેસ્ટીંગ વધારવાના હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો