રવી કૃષિ મહોત્સવનો કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વિરોધ કરવામાં આવ્યો
રવી કૃષિ મહોત્સવનો રાજ્ય ભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં હોવાનો આક્ષેપ કરીને મોટાભાગના કૃષિ મેળામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર રવી મહોત્સવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રવિવારે યોજાયેલા કૃષિ મહોત્સવમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ક્યાંક ઘર્ષણના બનાવો પણ બની રહ્યા છે તો અનેક વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે.
સ્ટેટ રાઉન્ડઅપ
ઈડરમાં રમણ વોરાની અધ્યક્ષતામાં યોજાયેલા કૃષિ મહોત્સવનો વિરોધ કરનારા કોંગ્રેસના ૫૦ કાર્યકરોની અટકાયત કરાઈ હતી
થરાદમાં ગૃહમંત્રી રજની પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કૃષિ મહોત્સવનો વિરોધ, કોંગ્રેસના ૨૫ કાર્યકરોની અટકાયત
દાંતામાં જયંતિ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલા કૃષિ મહોત્સવનો કોંગ્રેસે કાળાવાવટા ફરકાવી વિરોધ કર્યો હતો
જૂનાગઢમાં વિરોધ કરનારા ૧૫૦ કોંગી કાર્યકરોની અટકાયત
બોટાદમાં કૃષિ મહોત્સવનો વિરોધ, ૧૦૦થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત
બાવળામાં કૃષિ મેળામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો
ધ્રાંગધ્રામાં કાળાવાવટા ફરકાવાયા, ૧૦૦ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
જેતપુરમાં જયેશ રાદડિયાની હાજરીમાં કૃષિ મહોત્સવનો વિરોધ કરાયો હતો જેમાં ૧૫૦ કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ હતી
હળવદ કૃષિમેળામાં ખેડૂતોના મફલર, ટોપી તેમજ માથે બાંધવાના ફાળિયા ઉતરાયા હતા. ૧૮૦ કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ હતી
વઢવાણમાં સૂત્રોચ્ચાર સાથે ૫૦ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
અબડાસામાં ૧૫ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
વેરાવળમાં ૭૦ કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ હતી
જામનગરના ધ્રોલમાં ૨૯ કોંગી કાર્યકરોની અટકાયત થઈ હતી
અમરેલીમાં કૃષિ મહોત્સવનો ભારે વિરોધ કરાયો હતો
ગઢડા, ગીરગઢડા, સાવરકુંડલામાં પણ કૃષિ મહોત્સવનો વિરોધ
ભરૂચમાં કૃષિ મહોત્સવનો કાળાવાવટા ફરકાવી વિરોધ કરાયો
જંબુસરમાં કોંગ્રેસ પ્રમુખ સહીત ૧૫ કાર્યકરોની અટકાયત કરાઈ હતી
બારીયામાં રવીકૃષિ મેળાનો વિરોધ કરતા ૨૫ કોંગી કાર્યકરોની અટકાયત
http://www.sandesh.com/article.aspx?newsid=3215320