યોગ માટે મેદની ભેગી કરવા સ્કૂલ બસોનો ઉપયોગ કરી કાનૂન ભંગ કરતી ખૂદ રાજ્ય સરકાર : 21-06-2016
૨૧ મી જૂનના યોગ દિવસ નિમિત્તે મેદની એકઠી કરવા રાજ્ય સરકારે નિતી નિયમો નેવે મૂકેલ છે. સ્કૂલના વિદ્યાર્થીઓને તેમજ સરકારી કર્મચારીઓ અને સરકારની સહાય લેતી સંસ્થાઓને તો આમાં ફરજીયાત જોડાવાનો આદેશ હતો. ઉપરાંત અધિકારીઓને પણ મેદની ભેગી કરવા માટે નિશ્ચીત લક્ષ્યાંક આપવામાં આવેલ એટલું જ નહીં પણ સ્કૂલ બસોનો જેનો ઉપયોગ સ્કૂલોના વિદ્યાર્થીઓ સિવાય ન કરી શકાય તેવી કાનૂનિ જોગવાઈ હોવા છતાં પણ આમ સ્કૂલ બસોનો ઉપયોગ નાગરિકોને ભેગા કરવા માટે કરીને ખૂદ સરકાર પોતેજ કાનૂનનો ભંગ કરેલ છે. વાડ ચીભડા ગામે ત્યારે ફરિયાદ કોને કરવી?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો