યુવાનો ભણ્યા, અરજી કરી, ઇન્ટરવ્યૂ પણ આપ્યા પરંતુ ભરતી-કૌભાંડોનું શું ?

મુખ્યમંત્રીએ ગઈકાલે સુરત જિલ્લાના માંડવી ખાતે જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ યુવકને અન્યાય થયો નથી. અરજી ન કરી હોય તો નોકરી ક્યાંથી મળે? અરજી કરવા ભણવું પડે, ઇન્ટરવ્યુ આપવું પડે અને તેમાં પાસ થવું પડે. મુખ્યમંત્રીના આ વિધાન સામે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ૧૪ સવાલો ઉઠાવી માંગણી કરી છે કે મુખ્યમંત્રી યુવાનોને ન્યાય-અન્યાય અંગેની પરિભાષા સ્પષ્ટ કરે.

તેમણે જણાવ્યું છે કે ભાજપ શાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ફિક્સ પગાર આધારિત ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓ અને વિસંગતતાઓ ઉચ્ચ કારકિર્દી ધરાવતાં સામાન્ય અને મધ્યમવર્ગના લાખો યુવાનોનો ભોગ લીધો છે. જીપીએસસી, ટેટ/ટાટ, તલાટી કૌભાંડ, ગુણ સુધારણા કૌભાંડ, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કૌભાંડ થયું છે. મુખ્યમંત્રી સ્પષ્ટ કરે કે આ બાબતોમાં ન્યાય થયો કહેવાય કે અન્યાય?

કોંગ્રેસના ૧૪ પ્રશ્નો

૧ તલાટી ભરતીમાં ૧૫-૧૫ લાખ લઇને નિમણૂક આપવાનું કૌભાંડ બહાર આવ્યું તે શું ૧૪ લાખ પરીક્ષા આપનાર યુવાનોને ન્યાય છે?

૨ જીપીએસસી દ્વારા વર્ગ-૧, ૨ની પરીક્ષા આપનાર પરીક્ષા પરિણામમાં અનેક વિસંગતતા, તરફદારી શું ૨.૮૭ લાખ ઉમેદવારોને ન્યાય છે?

૩ પી.એસ.આઈ/એ.એસ.આઈ. અને એલ.આર.ડી.ની પરીક્ષામાં ગેરરીતિ, વિસંગતતાઓ પરીક્ષા આપનાર ગુજરાતના યુવાનોને ન્યાય છે?

૪ સહાયક પ્રથાના નામે શિક્ષિત પાંચ લાખ યુવાન-યુવતીઓનું ફિક્સ પગારના નામે આર્થિક શોષણ તે શું ગુજરાતના યુવાનોને ન્યાય છે?

૫ આઉટ સોર્સિંગ નામે સરકાર આરોગ્ય સેવામાં યુવાન-યુવતીઓને એજન્સીઓ પચ્ચાસ ટકા પગાર ચૂકવે તો શું યુવાનોને ન્યાય છે?

૬ આઉટ સોર્સિંગ નામે સરકાર આઈ.ટી.આઈ./કે.વી.કે. સેવામાં યુવાન-યુવતીઓને એજન્સીઓ પ૦% પગાર ચૂકવે તે શું ન્યાય છે?

http://www.sandesh.com/article.aspx?newsid=3136452