યુવાનોને રોજગારી આપો અથવા ભથ્થું આપો : 20-08-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રોજગાર આપવાની મોટી-મોટી વાતો કરીને સત્તા મેળવનાર ભાજપ શાસકો રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે ત્યારે આવનારા સમયમાં ગુજરાત યુવક કોંગ્રેસ” “રોજગાર અધિકાર” આંદોલન સમગ્ર ગુજરાતમાં રોજગાર આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર સામે કરશે. રાજ્યમાં ૪૦ લાખ યુવાનો બેરોજગાર છે તેમાં ૧૦ લાખ તો ભણેલા-ગણેલા યુવાનો ગુજરાત સરકારમાં નોંધણી થયેલા છે. બેરોજગારીની સમસ્યાઓ વધતી જાય છે. ઉંચી ફી-ડોનેશન સાથ યુવાનો ભણી ગણીને ઉચ્ચ શિક્ષણ લે છે. છતાં તેમને નોકરી મળતી નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨ કરોડ દર વર્ષે યુવાનોને રોજગાર આપવાની જાહેરાત પોકળ સાબિત થઈ છે. “બેરોજગાર યુવાનોને રોજગારી આપો અથવા ભથ્થું આપો” તેવી માંગ સાથે સમગ્ર ગુજરાતમાં યુવક કોંગ્રેસ આંદોલન કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note