યુવાનોને રૂ. ૩૦૦૦ થી ૪૦૦૦ બેરોજગારી ભથ્થું મળશે: કોંગ્રેસ

નવસર્જન યુવા રોજગાર અભિયાન ની જાહેરાત કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષોથી ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ગુજરાતમાં ૧૦ લાખ જેટલા યુવાનો સરકારી ચોપડે બેરોજગાર તરીકે નોંધાયેલા છે. જયારે નહિ નોધાવેલાં યુવાનો ૨૦ લાખ છે.

કોંગ્રેસએ ભાજપ સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે રાજ્ય માં ૬૦૦ નોકરીનો માટે ૧૨ લાખ યુવાનો ફોર્મ ભારે એ ગુજરાતના યુવાનો ની સ્થિતિ દર્શાવે છે. ફિક્સ પગારે નોકરી આપીને સરકાર યુવાનોનું આર્થિક, શારીરિક અને માનસિક શોષણ કરી રહી છે.

કોંગ્રેસએ વચન આપ્યું છે કે ધોરણ ૧૨ સુધી ભણેલા યુવાનોને રૂ. ૩૦૦૦, પોસ્ટ ગ્રેજ્યુંએટ યુવાનોને રૂ.૪૦૦૦નું બેરોજગારી ભથ્થું આપશે.

Source: http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/gujarat-
congress-promises-unemployement-allowance-to-youth/articleshow/60477071.cms