યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ પ્રદર્શન કરી તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું

લોકસભામાં કોંગ્રેસના સાંસદોને બરતરફ કરવાના વિરોધમાં આજે અમદાવાદના રૂપાલી સર્કલ પાસે યુવક કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ પ્રદર્શન કરી તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને રસ્તા રોકો અને ચક્કાજામના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેશની સંસદમાંથી કોંગ્રેસના સાંસદોને બરતરફ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્રોશ વ્યક્ત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.