યુનીવર્સીટીના વાઈસ ચાન્સલરશ્રી એમ.એન.પટેલને એન.એસ.યુ.આઈ. દ્વારા આવેદનપત્ર : 06-10-2015
ગુજરાત યુનીવર્સીટીમાં સેમેસ્ટર-૫ ની પરીક્ષા જે તા.૨૬/૧૦/૨૦૧૫ ના રોજ શરૂ થઇ રહી છે. જેની મુદ્દત વધારવાના માટે યુનીવર્સીટીના વાઈસ ચાન્સલરશ્રી એમ.એન.પટેલને એન.એસ.યુ.આઈ. દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સેમેસ્ટર-૫ માં સમાવેશ બીસીએ, બીકોમ, બીએ, બીબીએ, બીએસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી શકે છે. હાલ કોલેજની પરીક્ષા ચાલુ છે ત્યારે યુનીવર્સીટી દ્વારા તા.૨૬/૧૦/૨૦૧૫થી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને ઘણી હેરાનગતિ થઇ શકે છે. સેમેસ્ટર-૫ એ વિદ્યાર્થીઓ માટે ઘણું મહત્વનું હોય છે અને તેમની કારકિર્દી માટેનો આધારસ્થંભ ગણાય છે. તેથી એન.એસ.યુ.આઈ. દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને તેમજ તેમની કારકિર્દીને નુકસાન ન થાય તે હેતુથી આવેદનપત્ર આપીને વિરોધ કર્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો