યુનિવર્સિટી ખાતે કારકિર્દી માર્ગદર્શન ફેરમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રવચનમાં : 14-06-2017

યુનિવર્સિટી ખાતે કારકિર્દી માર્ગદર્શન ફેરમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રવચનમાં “અગાઉની સરકારોએ સાચી દિશામાં શિક્ષણ નિતી બનાવી જ નહીં અને યુવાનોને પાછળ પાડી દીધા”” ““આપણે બેકારોની ફોજ ઉભી નથી કરવી” આ વાત જ ભાજપ શાસનના ૨૦ વર્ષની નિષ્ફળતાનું એકરારનામુ હોવાનું જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ રાજ્યનો વિષય છે. ગુજરાતમાં ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ શાસન કરે છે. ગુજરાતમાં શિક્ષણ અતિમોંઘુ છે, સરકારી-ગ્રાન્ટ ઈન એડ શાળા-કોલેજોનું માળખું તુટતુ જાય છે અને આડેધડ ખાનગી શાળા-કોલેજોની હાટડીઓ ધમધમવા માંડી છે. ભાજપ શાસનના પાપે અતિ મોંઘુ શિક્ષણ મેળવ્યા પછી પણ ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના યુવાનોને રોજગારી મળતી નથી. ભાજપ સરકાર દ્વારા ફીક્સ પગાર-કોન્ટ્રાક્ટ પ્રથા-આઉટ સોર્સીંગના નામે ગુજરાતના યુવાનોનું મોટા પાયે આર્થિક શોષણ થઈ રહ્યું છે. ગુજરાતમાં ફીક્સ પગારે તલાટીની નોકરીમાં પણ ૧૫-૧૫ લાખ રૂપિયાનું કૌભાંડ એ ભાજપ સરકારની ઓળખ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note