યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમાર : 29-06-2017
યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો પ્રારંભ તા. ૩૦/૦૬/૨૦૧૭ સવારે ૯-૦૦ કલાકે, પૂ. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે નમન-વંદન કરશે. ત્યારબાદ સવારે ૧૦-૦૦ કલાકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને માર્ગ દર્શન આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો