યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને પુતળા દહન

હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થી દ્વારા કરાયેલ આત્મહત્યા બાબતે દેશભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ વિદ્યાનગર દ્વારા આજે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે દલિત વિદ્યાર્થીની આત્મહત્યાના મામલે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શન કાર્યોએ યુનિવર્સિટી ખાતે સ્મૃતિ ઈરાનીના પુતળાનું દહન કરી કેન્દ્ર સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો