યુથ કોંગ્રેસની સભ્ય નોંધણી ઝુંબેશ જાહેર
ઓલ ઈન્ડીયા યુથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયાના કમિશ્નરશ્રી સુમિત ખન્ના, ગુજરાતના ચૂંટણી અધિકારીશ્રી અમિત શર્મા અને ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના મહામંત્રી-ગુજરાતના પ્રભારશ્રી વિદિત ચૌધરીએ સયુંક્ત પત્રકાર પરિષદમાં યુથ કોંગ્રેસની સભ્ય નોંધણી ઝુંબેશ જાહેર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ યુથ કોંગ્રેસમાં ચૂંટણી પ્રક્રિયા દાખલ કરીને આંતરિક લોકશાહીને મજબૂત કરી છે. પક્ષમાં તમામ યુવાનો માટે રાજનીતિના દરવાજા ખુલ્લાં કરીને કોંગ્રેસ પક્ષ અને દેશની લોકશાહીને મજબૂતી આપી છે, ત્યારે ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ તા. ૭મી એપ્રિલ થી શરૂ થઈ તા. ૪થી મે, સુધી ૨૮ દિવસ માટે કાર્યવાહી ચાલશે. યુથ કોંગ્રેસમાં સભ્ય નોંધણી ઓન લાઈન અને ઓફ લાઈન બંન્ને રીતે થનાર છે. સમગ્ર સભ્ય નોંધણી ઝુંબેશ ૪થી મે ના રોજ પૂર્ણ થયા બાદ કામચલાઉ યુથ કોંગ્રેસમાં નોંધાયેલ સભ્યોની યાદી જાહેર કરવામાં આવશે ત્યારબાદ તેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. ચકાસણી બાદ નોંધાયેલ સભ્યોની અંતિમ યાદી જાહેર થશે. યુથ કોંગ્રેસમાં સભ્ય બનવા માટે બે પ્રકાર રાખવામાં આવ્યા છે જેમાં ૨૫ પ્રાથમિક સભ્ય નોંધનાર એક યુવાન તેમાંથી સક્રિય સભ્ય તરીકે ઓળખાશે. જેને યુથ કોંગ્રેસની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર રહેશે. ચૂંટણી પ્રક્રિયામાં જે જિલ્લામાં યુથ કોંગ્રેસના પ્રમુખ પદ માટે પત્રકાર પરિષદમાં પારદર્શક રીતે ડ્રો પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અરવલ્લી, બનાસકાંઠા, તાપી અને કચ્છ જિલ્લામાં પ્રમુખ પદ માટે અનામત બેઠક જાહેર થઈ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો