યુજીસી અને વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની મંજૂરી વિના ગેરકાયદેસર ધમધમી રહેલા પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ અને રાજકોટ કેમ્પસ : 18-07-2016
- યુજીસી અને વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની મંજૂરી વિના ગેરકાયદેસર ધમધમી રહેલા પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ અને રાજકોટ કેમ્પસ.
- લાખો રૂપિયા ઉઘરાવતા ગેરકાયદેસર કેમ્પસ સામે ભાજપ સરકાર-શિક્ષણ વિભાગનું ભેદી મૌન
નિયમોને નેવે મુકી પારૂલ યુનિવર્સિટી રાજકોટ અને અમદાવાદમાં ગેરકાયેસર કોલેજો ચલાવે છે. યુજીસીના નિયમો અને રાજ્ય સરકારના નોટીફીકેશનો ખુલ્લેઆમ ભંગ કરી પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ અને રાજકોટમાં ગેરકાયદેસર કેમ્પસ ધમધમે છે, આમ છતાં ભાજપ સરકાર-શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવાતા નથી તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વડોદરાની પારૂલ યુનિવર્સિટીના વધુ એક ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. પારૂલ યુનિવર્સિટી રાજ્યની પ્રાઈવેટ યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી વડોદરાની છે, પરંતુ પારૂલ યુનિવર્સિટી દ્રારા વડોદરાના કેમ્પસ ઉપરાંત અમદાવાદમાં બોપલ કેમ્પસમાં ત્રણ કોલેજો ચલાવવામાં આવે છે. જ્યારે રાજ્કોટ કેમ્પસમાં એક કોલેજ ચલાવવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો