મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં થયેલ દુર્ઘટ : 18-05-2022

મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં થયેલ દુર્ઘટનામાં ૧૨ શ્રમિકોના મોત અંગે કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય નેતા   શ્રી રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કરી, મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી. અતિ દર્દનાક દુર્ઘટનામાં ઘાયલ થયા છે તે સત્વરે સાજા થાય તેવી શુભકામના પાઠવી હતી. મોરબીના હળવદમાં ૧૨ શ્રમિકોના કમકમાટી ભર્યા મોત અંગે સંવેદના વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના અણઘડ, ભ્રષ્ટાચારી વહીવટને પગલે હજારો શ્રમિકો જોખમી પરિસ્થિતિઓમાં કામ કરવા મજબુર બન્યા છે. સાથોસાથ વારંવાર શ્રમિકો મોતને ભેટે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note