મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવામાં આવ્યા નથી : 08-10-2015
જ્યારથી કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ મોટા મોટા વાયદાઓ “અચ્છે દિન આનેવાલે હૈ” એવો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હતો. જુઠ્ઠા વાયદાઓ કર્યા પછી સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવામાં આવ્યા નથી. કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર મોંઘવારી ઉપર કાબૂ મેળવવામાં નિષ્ફળ નીવડી છે. ભાજપ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે પ્રાથમિક જીવન જીવવા માટેની શાકભાજી, કઠોળ, તેલ હોય કે મરી-મસાલા ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચાડી દીધા છે. જેનાથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો