મોદી સરકારે બાવન મહિનામાં દેશના નાગરિકો પાસેથી ૧૨.૭૬ લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા : 04-10-2018
- મોદી સરકારે બાવન મહિનામાં દેશના નાગરિકો પાસેથી ૧૨.૭૬ લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા
- ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને.
- મોદી શાસનમાં પેટ્રોલમાં ૨૧૧ ટકા અને ડીઝલમાં ૪૪૩ ટકા, કુલ ૧૨ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો.
- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને
દેશના નાગરિકોને પેટ્રોલ-ડીઝલ, ગેસ સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાના કારણે મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. મોદી સરકારે બાવન મહિનામાં દેશના નાગરિકો પાસેથી ૧૨.૭૬ લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. ત્યારે સમગ્ર દેશમાં પ્રજાના આક્રોશ સામે માત્ર અઢી રૂપિયાનો ઘટાડો કરીને દેશના નાગરિકોને લોલીપોપ આપી છે. મોદી સરકારની નીતિ અને નિયત સાફ હોય તો પેટ્રોલ-ડીઝલ સહીતની પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં સમાવેશ કરી રાહત આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો