મોદી સરકારની પાક. નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ: મનમોહન સિંહ
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહએ કેન્દ્રમાં સત્તારૂઢ NDA સરકારની પાકિસ્તાન સામેની રણનીતિ નિષ્ફળ ગઇ હોવાનો આરોપ લગાવ્યો છે. ડૉ. મનમોહન સિંહ એ કોંગ્રેસની રેલીને સંબોધિત કરતા કહ્યું કે NDA સરકારની પાકિસ્તાન સામેની નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઇ છે. આતંકવાદીઓ માત્ર જમ્મુ કાશ્મીરને જ નહીં પરંતુ પંજાબને પણ નિશાનો બનાવી રહ્યા છે અને પઠાણકોટ એરબેઝ પર થયેલો આતંકી હુમલો તેનું ઉદાહરણ છે.
ડૉ.મનમોહન સિંહએ કેન્દ્ર સરકારની પૂરી વિદેશ નીતિ જ નિષ્ફળ હોવાનું કહેતા જણાવ્યું કે,’વિદેશી પ્રવાસોને એક સિદ્ધી તરીકે સાબિત કરવામાં આવી રહ્યું છે, જ્યારે હકીકત તે છે કે મોદીના વિદેશ પ્રવાસોથી દેશને કશું હાંસલ થયું નથી.
http://kuwaitnris.com/news.php?news=4293&category=c3290