મોદી સરકારની ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ વિરોધી નિતીનો પર્દાફાશ કરતાં અર્જુનભાઈ મોઢવાડીયા : 29-07-2016
અચ્છે દિન અને બહોત હુઈ મહેંગાઈ કી માર ના નામે દેશમાં ચૂંટણી પહેલા બૂમાબૂમ કરનાર મોદી સરકારના ૨૪ મહિનાના શાસનમાં દેશ ૧૨૫ કરોડ નાગરિકો મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે ત્યારે મોદી સરકારની ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ વિરોધી નિતીનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજ રોજ પત્રકાર પરિષદમાં માહિતી અધિકાર હેઠળ મેળવેલ માહિતીમાં દાળના ભાવમાં કઈ રીતે વધારો થયો, સંગ્રાહખોર અને કાળાબજારીઓને કઈ રીતે મજા પડી અને સમગ્ર વ્યવસ્થામાં કઈ રીતે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વચેટીયાઓને મદદ કરીને રાજ્યના ૬ કરોડ નાગરિકો અને દેશના ૧૨૫ કરોડ નાગરિકો મોંઘવારીના મારથી પરેશાન થયા. તે તમામ વિગતો જાહેર કરી માંગ કરી હતી કે, સમગ્ર દાળના બેફામ ભાવ વધારા માટે, સંગ્રહાખોર – કાળાબજારીઓ-વચેટીયાઓને કરોડો રૂપિયાની કમાણી-કોભાંડ સહિતની બાબતો સુપ્રિમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયધીશની દેખરેખ હેઠળ તપાસ થાય.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો