મોદી સરકારના શાસનમાં “ટેક્ષ ટેરરીઝમ” ને લીધે દેશના ૧૨૫ કરોડ અને તેમાંના ૬ કરોડ ગુજરાતીઓ બેફામ મોંઘવારીનો ભોગ : 04-07-2016
ચૂંટણી પહેલા “ટેક્ષ ટેરરીઝમ” ના નામે બૂમો પાડનાર મોદી સરકારના શાસનમાં “ટેક્ષ ટેરરીઝમ” ને લીધે દેશના ૧૨૫ કરોડ અને તેમાંના ૬ કરોડ ગુજરાતીઓ બેફામ મોંઘવારીનો ભોગ બની રહ્યાં છે, ત્યારે “ટેક્ષ ટેરરીઝમ” અંતર્ગત જુદા જુદા ટેક્ષ જેવા કે એસ.ટી. બસોમાં સર્વિસ ટેક્ષ વસૂલવા બાબતે જનતા પર પડ્યા પર પાટું મારવા સમાન છે ત્યારે પ્રજાને કમરતોડ મોંઘવારી આપનાર કેન્દ્ર સરકારના “ટેક્ષ ટેરરીઝમ” અંગે ભાજપના જનપ્રતિનિધીઓ કેમ મૌન છે? તેવો આકરો પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં ૨૪ મહિનાના ભાજપ શાસનમાં ઈન્કમ ટેક્ષના સ્લેબમાં વધારો, સર્વિસ ટેક્ષમાં વિવિધ સર્વિસનો સમાવેશ, સ્વચ્છતા સેસ, કૃષિ કલ્યાણ સેસ સહિત અન્ય વેરાઓમાં વધારાના કારણે મોંઘવારીમાં કૂદકેને ભૂસકે વધારો થયો છે. રેલ્વે સહિતની વિવિધ જાહેર સેવાઓમાં પણ મોટા પાયે વધારો ઝીંકવામાં આવ્યો છે ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર વેટ અને સેસ વધારાનો લાગુ કરતાં ગુજરાતના નાગરિકોને પેટ્રોલ-ડિઝલ અતિ મોંઘુ પડે છે. જ્યારે ગુજરાત એક માત્ર રાજ્ય એવું છે કે જ્યાં ખાતર પર વેટ વસૂલવામાં આવે છે. વીજબીલમાં સરકાર વીજકર વધુ વસૂલતાં હોવાથી ગુજરાતમાં વિજળી અતિ મોંઘી પડે છે, ત્યારે ચૂંટણી પહેલા “અચ્છે દિન” ની વાતો કરીને સત્તા મેળવનાર મોદી શાસનમાં કમરતોડ મોંઘવારીમાં પ્રજાને જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો