મોદી સરકારના ““ઋણ અદા કાર્યક્રમ” અદાણીને ઉદ્યોગગૃહને ૨૦૦ કરોડ રૂપિયા માફ કરવાના નિર્ણયની આકરી ઝાટકણી : 02-07-2016
અદાણી પોર્ટ એન્ડ સેઝ ની પર્યાવરણના નિકંદન-મેંગ્રોવ નિકંદન બદલ ૨૦૦ કરોડ રૂપિયાની પેનલ્ટી મોદી સરકારે સત્તામાં આવ્યાની સાથે જ ““ઋણ અદા કાર્યક્રમ” ના ભાગરૂપે માફ કરીને “ભાજપ-મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર” ની વાતને સમર્થન આપ્યું છે ત્યારે મોદી સરકારના ““ઋણ અદા કાર્યક્રમ” અદાણીને ઉદ્યોગગૃહને ૨૦૦ કરોડ રૂપિયા માફ કરવાના નિર્ણયની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અદાણી પોર્ટ એન્ડ સેઝ કંપનીએ વિવિધ પ્રોજેક્ટ હેઠળ મોટા પાયે મેંગ્રોવ વૃક્ષનું નિકંદન કાઢી નાંખ્યું હતું આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સ્થાનિક નાગરિકોએ અરજી પણ દાખલ કરી હતી જે અનુસંધાને વર્ષ ૨૦૧૨ માં સમગ્ર મામલાની તપાસ માટે જાણીતા પર્યાવરણ વિદ શ્રી સુનિતા નારાયણ ની કમિટી નીમવામાં આવી હતી. આ કમિટીએ તેમના ૭૬ પાના અહેવાલમાં મોટા પાયે પર્યાવરણને નુક્શાન, નિયમોનું ઉલ્લઘંન, સ્થાનિક પર્યાવરણનો નાશ અને ગેરકાયદેસર જમીનનું ખોદાણ, પેશકદમી નોંધાઈ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો